અમે ગાંધીનગરના આઈટી અને કોમ્પ્યુટર ક્ષેત્રના ઉદ્યોગોને સશક્ત બનાવીએ છીએ

વ્યાપાર – ધંધાના વિકાસ માટેની અમારી પ્રવૃત્તિ અને કાર્યો

વ્યાપારનું રક્ષણ

અમે ગાંધીનગરમાં આઈટી અને કોમ્પ્યુટરના ક્ષેત્રે કામ કરતાં ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. ધંધામાં આવતા જોખમો અટકાવવા અને તેની સામે રક્ષણ આપવા પ્રયત્ન કરીએ છીએ.

શિબિર – સેમિનાર

અમે પ્રત્યેક વર્ષે વ્યાપાર અને સભ્યોનો વિકાસ થાય, તેમણે નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિષે માહિતી મળી રહે એ માટે અને વ્યાપારમાં મદદરૂપ થાય અને પ્રોત્સાહન આપે એવી શિબિર – સેમિનારોનું આયોજન કરીએ છીએ.

સંલગ્ન સંસ્થા

અમારી સંસ્થા ગુજરાતની આઈટી ક્ષેત્રે મુખ્ય સંસ્થા FITAG અને ભારતની મુખ્ય સંસ્થા FAIITA સાથે સંલગ્ન સંસ્થા છે. જેથી સંસ્થાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સહકાર પ્રાપ્ત થાય છે અને અમારા સંગઠનને સંપૂર્ણ મજબૂતી મળી રહે છે.

પ્રદર્શન

અમે ગાંધીનગરમાં કોમ્પ્યુટર અને આઈટીના વિકાસ માટે પ્રદર્શનનું આયોજન કરીએ છે. જેમાં ગાંધીનગર, ગુજરાત અને ભારતની નાની મોટી કંપનીઓ ભાગ લે છે.

ન નફો અને ન નુકશાન

અમારી સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ જાતના નફા માટે, મૂડી એકત્ર કરવા અથવા નિધિ ભેગો કરવાના હેતુથી કામ કરતી નહીં. અહી સંસ્થા પ્રત્યેક વર્ષે ન નફો કે ન નુકશાનના હેતુ ઉપર કાર્યો કરતી આવેલ છે.

ક્રિકેટ સ્પર્ધા

સભ્યોના માનસિક તણાવ સામે હળવા કરવા તેમજ તેઓ પોતાના માટે સમય ફાળવે અને આનંદ સાથે રમતો રમે અને આત્મીય ભાવના વધુ મજબૂત થાય એ હેતુથી સંસ્થા દ્વારા પ્રત્યેક વર્ષે ક્રિકેટ સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

પ્રવાસ

GCHA દ્વારા દરવર્ષે પારિવારિક પ્રવાસ (ફેમિલી ટુર) તેમજ સભ્યો માટે વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જેથી આ સંગઠન ફક્ત વ્યાપાર જ નહીં પરંતુ સભ્યોને આત્મીયભાવ સાથે જોડવાનું પણ કાર્ય કરે છે.

રાસ – ગરબા

ગુજરાતનું કલ્ચર એટલે રાસ – ગરબા. અમારી સંસ્થા દ્વારા દરે વર્ષે શરદ પૂનમના દિવસે ભવ્ય રાસ – ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેલૈયાઓને ખાસ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સ્નેહ – મિલન

દરેક સભ્યો પરિવાર સાથે એકબીજાને મળે અને નાનકડો કાર્યક્રમ માણી સાથે ભોજન કરવાથી એક અલગ જ ભાવ નિર્માણ થતો હોય છે. આને આવા જ પ્રીતિ ભોજનનું અને સ્નેહ મિલનનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ.

સરકારી યોજનાઓ

અમારા સભ્યોને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિષે માહિતગાર કરીને અને સભ્યોના મુદાઓ સરકાર આગળ રજૂ કરીને આઈટી ક્ષેત્રે સભ્યોને લાભ થાય એવા પ્રયત્નો કરીએ છીએ.

નવીનીકરણ વિશે

અમારી સંસ્થા દ્વારા સમયાંતરે સભ્યોને નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિષે માહિતગાર કરવા માર્ગદર્શન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બજારની નામાંકિત કંપનીઓ સાથે મળીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પારિવારિક ભાવના

સંસ્થાના સભ્યો વચ્ચે પારિવારિક ભાવના રહેલી છે. અને તે માટે સંસ્થા દર વર્ષે પરિવારસહ પ્રવાસ, સ્નેહમિલન, પ્રીતિભોજન અને રાસ-ગરબા જેવા વિવિધ કાર્યક્રમો કરે છે.

GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ

દરેક સભ્યના જન્મ દિવસે GCHA પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. જે સભ્યનો જન્મ દિવસ હોય એને GCHA ના સભ્યોના ગ્રૂપમાં એ દિવસે દરેક સભ્ય દિલથી જન્મ દિવસની શુભેચ્છાઓ આપે છે. અને GCHA પરિવાર દ્વારા એક ભેટ સ્વરૂપે કેકની વ્યવસ્થા કરવામાં આવે છે. સભ્યના અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળ ઉપર ગાંધીનગરની પ્રસિધ્ધ લક્ષ્મી બેકરીમાંથી કેક મોકલવામાં આવે છે.

આમ, GCHA પરિવારમાં સભ્યોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને સભ્યો દ્વારા આપવામાં આવતી શુભેચ્છાઓ અને કેકની વ્યવસ્થા આ સંસ્થાને ખાસ બનાવે છે.

  • GCHA દ્વારા આયોજિત ક્રિકેટ સ્પર્ધા ૨૦૨૩

    GCHA દ્વારા આયોજિત ક્રિકેટ સ્પર્ધા ૨૦૨૩

    દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨/૦૪/૨૦૨૩, શનિવારના રોજ GCHA દ્વારા એસોસીએશનના સભ્યોને મઝા કરાવવા તેમજ સાથે લાવવા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૬:૩૦ વાગે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યો ક્રિકેટના મેદાનમાં હાજર થઈ ગયા હતા. ગાંધીનગરમાં આવેલ સેક્ટર ૮ ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ […]