GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો

Posted by

GCHA દ્વારા આયોજિત બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.
તા.૨૨/૦૭/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૦૦ વાગે GCHA દ્વારા સહપરિવાર સભ્યો માટે બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમીનટોન, બાસ્કેટ બોલ, ટેનિસ, વોલીબૉલ અને બાળકો માટે મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું. હાલના સમયમાં એક બોક્સમાં રમવામાં આવતી આ રમતો દરેક ઉંમર અને વર્ગના લોકો માટે એક નવીન, આશ્ચર્ય ઉદ્ભવનાર અને ખૂબ જ મઝા કરાવનાર રમતો છે. ગાંધીનગર ગિફ્ટસીટી પાસે આવેલ એકદમ નવીન મેદાન એટલે Matrix 360 Box જેમાં આ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોમાં કુલ ૯૦ સભ્યોને ભાગ લીધેલ હતો. જેમાં પુરુષો, બાળકો અને મહિલાઓની રમતો માટે અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મહિલાઓ માટે આ ખાસ વ્યવસ્થાને લીધે તેઓ પણ આ આયોજનનો વિશેષ આનંદ લઈ શક્યા હતા. પ્રથમ મેચ શરૂ થતાં જ વરસાદ એ રમઝટ બોલાવી હતી. ખૂબ વરસાદમાં પણ સંસ્થાના સભ્યોને રમત ચાલુ રાખી હતી અને વરસાદના આનંદની સાથે ક્રિકેટની ભરપૂર અને એક અલગ જ મઝા માણી હતી. કુલ 3 મેચનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ વધુ વરસાદને કારણે બીજી મેચને વચ્ચેથી જ સ્થગિત કરવામાં આવી હતી. આયોજન પ્રમાણે રમત બાકી રહી હોવા છતાંય ઉપસ્થિત લોકો એ ભરપૂર મઝા કરી. GCHA દ્વારા આ કાર્યક્રમ વધુ વરસાદના કારણે વચ્ચેથી જ રદ કરવામાં આવતા સંસ્થાના પ્રેસિડેન્ટશ્રી વિપુલ દવે એ નજીકના સમયમાં જ ફરી વખત આ પ્રમાણેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંદાજી ૮:૧૫ વાગે દરેક સભ્યો વ્યવસ્થા પ્રમાણે સ્વરૂચિ રાત્રિ ભોજન માટે ૧ થાળી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં સરસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઝરમર વરસાદ સાથે જૂની પધ્ધતિ પ્રમાણે ચુલાના ઉપર બનાવેલ ગુજરાતી કાઠીયાવાડી અને પંજાબી ભોજનનો આનંદ ઉપસ્થિત સભ્યોએ લીધો હતો. ઝરમર વરસાદમાં ક્રિકેટ અને ગરમાગરમ ભોજનનો એક સરસ અને અકાલ્પનિક અનુભવ દરેક સભ્યોને અને તેમના પરિવારજનો માટે જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે. આ કાર્યક્રમનો અંદાજિત ૧૦૦ જેટલા સભ્યો અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમનો તમામ ખર્ચ GCHA મેમ્બર્સ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
અહેવાલ લેખન: સોમનાથ ખાંદારે