તા.૨૩/૦૯/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૩૦ વાગે GCHA દ્વારા ગાંધીનગરમાં શાહપુર નજીક MATRIX 360 માં બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. ભારે વરસાદના કારણએ જુલાઇ મહિનામાં થયેલ કાર્યક્રમમાં રમતોનો આનંદ ક્યાંક બાકી રહી ગયો હતો. જે પૂર્ણ કરવાના હેતુથી ફરી એક વખત રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોમાં પુરુષો, બાળકો અને મહિલાઓની રમતો માટે અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મહિલાઓ માટે આ ખાસ વ્યવસ્થાને લીધે તેઓ પણ આ આયોજનનો વિશેષ આનંદ લઈ શક્યા હતા. રમતોનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક સભ્યો વ્યવસ્થા પ્રમાણે સ્વરૂચિ રાત્રિ ભોજન લીધું હતું. દરેક સભ્યોને અને તેમના પરિવારજનો માટે આ કાર્યક્રમ જૂની યાદો ફરી તાજી કરવા માટે મહત્વ પૂર્ણ હતો. આ કાર્યક્રમનો અંદાજિત ૧૦૦ જેટલા સભ્યો અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમનો તમામ ખર્ચ GCHA મેમ્બર્સ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના કારોબારી સભ્ય આદિત્ય ભાઈ એ મહત્વની આર્થિક મદદ (સ્પોન્સરશીપ) આપેલ હતી.