FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ
ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ
તા.૨૮/૦૨/૨૦૨૪, બુધવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે FITAG તેમજ GCHA ના સંયુક્ત ઉપક્રમે સભ્યોને વ્યાપાર ધંધામાં પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ – સેતુ નું આયોજન કરવામાં આવેલ હતું. સાંજે ૭:૩૦ વાગે સભ્યોની હાજરી થયા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ FITAG ના સેક્રેટરી તેમજ GCHA ના પૂર્વ પ્રમુખ શ્રી ઉરેન ભાઈ એ ઉપસ્થિત સભ્યનું સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખ શ્રી વિજય ભાઈ ના સૂત્ર સંચાલન પ્રમાણે કાર્યક્રમ આગળ વધ્યો. GCHA ના પ્રમુખ શ્રી વિપુલ ભાઈ એ પણ ઉપસ્થિત સભ્યોનું સંબોધન કર્યું હતું. GCHA દ્વારા FITAG ના સભ્યો તેમજ કાર્યક્રમ સ્પોન્સરના પ્રતિનિધિઓનું પુષ્પ ગુચ્છ તેમજ ભેટ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં GCHA કાર્યકર્તાઓને સ્વાગત તેમજ ભેટ આપવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.
FITAGના પ્રમુખ શ્રી આલોક ઘેલાની એ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું અને FITAGના વિષે અને FITAGના કાર્યક્ષેત્ર અને તાકાત તેમજ FITAGના હેતુઓ વિષે માહિતી આપી.
FITAG Mentor શ્રી. નંદક ભાઈ એ કાર્યક્રમ સેતુ – ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ ની શરૂઆત કરી હતી. જેમાં તેઓએ ઉપસ્થિત સભ્યોને વ્યાપાર ધંધામાં પ્રોત્સાહ મળી રહે તે માટે ખાસ સલાહ આપી હતી. નંદક ભાઈ એ પ્રોફેશનલ સ્પીકર હોવાથી તેઓની સલાહ તેમજ વાતો એ સભ્યો માટે ખૂબ જ મહત્વની હતી. ગાંધીનગરમાં તેમજ ગુજરાત અને ભારતમાં આઈ ટી ક્ષેત્રે ખૂબ જ તક ઊભી થયેલ છે તેમજ હજી પણ સમય વિતેલ નથી આગળ જતાં આઈ ટી ક્ષેત્રે ખૂબ પ્રમાણમાં બિઝનેસ ગાંધીનગરમાં આવવાનો છે. તેમજ ગુજરાત અને ભારતમાં આવવાના છે તેથી સભ્યોએ એ તક કેવી રીતે જીતવાની છે. અને આગળ વધવાનું છે. તે માટે તેઓએ ખાસ પ્રોત્સાહક વાતો નંદક ભાઈ એ કાર્યક્રમ દરમિયાન કરી હતી.
નંદક ભાઈ દ્વારા થયેલ વાતો / સૂચનો
– વ્યાપારમાં કેવી રીતે આગળ વધવું.
– ગાંધીનગર, ગુજરાત અને ભારત માં આઈ ટી ક્ષેત્રમાં નવીન તકો તેમજ બિઝનેસ
– સર્વિસ કેવી રીતે આપવી.
– સર્વિસ માટે પહેલાથી માર્જિન રાખવું. જેથી સર્વિસ આપવી પોસાય
– ગ્રૂપમાં કામ કરી આગળ વધવું.
– તમારા વ્યાપારની ક્ષમતા વધારવી
– ક્યાંક પણ મુશ્કેલી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો સંપર્ક કરવો.
ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર PRAMA તેમજ HIKVISION પ્રતિનિધિઓએ એમના પ્રોડક્ટ વિષે માહિતી આપી હતી. સમય વધુ થઈ જતાં કાર્યક્રમના સ્પોન્સર bitdefender તેમજ APSNP ના પ્રતિનિધિઓએ ટૂંકમાં પ્રોડક્ટ વિષે માહિતી આપી હતી.
આ પ્રમાણે FITAG અને GCHA સંસ્થાનો મુખ્ય હેતુ પૂર્ણ થાય તે રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. FITAG દ્વારા પૂર્ણ ગુજરાતમાં FITAG યાત્રાના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ આ યાત્રા પૂર્ણ થવાના દ્વારે ઊભી છે. સંપૂર્ણ ગુજરાતને આવરી આ કાર્યક્રમ સ્વરૂપે FITAG દરેક સંસ્થા તેમજ દરેક સભ્ય સુધી પહોંચવામાં સક્ષમ રહ્યું છે. અને સંપૂર્ણ ગુજરાતના આઈ ટી ઇન્ડસ્ટ્રીને એક માળામાં બાંધવામાં / જોડવામાં સફળ થયું છે.
FITAG, GCHA, કાર્યક્રમના સ્પોન્સર – પ્રતિનિધિઓ અને ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યકત કરવા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમમાં અંદાજિત ૮૦ સભ્યોની હાજરી રહી હતી. સમય વધુ થઈ ગયો હોવા છતાંય ઉપસ્થિત સર્વ સભ્યો એ અંત સુધી કાર્યક્રમને માણ્યો હતો. અંતમાં ઉપસ્થિત સૌ સભ્યો એ સાથે સ્વરૂચી ભોજન કરી સૌ છૂટા પડ્યા હતા.