GCHA દ્વારા આયોજિત ક્રિકેટ સ્પર્ધા ૨૦૨૩

Posted by

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨/૦૪/૨૦૨૩, શનિવારના રોજ GCHA દ્વારા એસોસીએશનના સભ્યોને મઝા કરાવવા તેમજ સાથે લાવવા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૬:૩૦ વાગે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યો ક્રિકેટના મેદાનમાં હાજર થઈ ગયા હતા. ગાંધીનગરમાં આવેલ સેક્ટર ૮ ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સરસ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્ટેજ, ડીજે અને ચા, શરબત, ઇડલી અને મેંદૂવડા સાથે નાસ્તાની ઉત્તર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ વર્ષે પણ ચાર ટીમો એ ભાગ લીધો હતો. જેમાં વિજયભાઈ પટેલ, કૌશલ ભાઈ, આદિભાઈ તેમજ સંદીપ ભાઈની ટીમ સ્પર્ધામાં ઉતારવામાં આવેલ હતી. પ્રમુખ તેમજ સભ્યોની હાજરીમાં સવારે રમતની શરૂઆત કરવામાં આવી. સ્ટેજ ઉપરથી કોમેન્ટરી અને ડીજેના મ્યુજીકથી ક્રિકેટ ગ્રાઉન્ડનો માહોલ એકદમ ધમાકેદાર હતો. સૌથી પહેલા સંદીપ ભાઈ અને આદિ ભાઈની ટીમ વચ્ચે સ્પર્ધા થઈ. જેમાં સંદીપ ભાઈની ટીમ વિજેતા થઈ હતી અને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશી હતી. બીજી ક્રિકેટ મેચ કૌશલ ભાઈ અને વિજય ભાઈની ટીમ વચ્ચે થઈ હતી. જેમાં કૌશલ ભાઈની ટીમ વિજેતા થઈ અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૦:૪૫ વાગે ફાઇનલ મેચ સંદીપ ભાઈ અને કૌશલ ભાઈ વચ્ચે રમાઈ હતી. જેમાં સંદીપ ભાઈની ટીમ એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ૧૨ વાગે રસાકસી બાદ ફાઇનલ મેચ પૂર્ણ થઈ હતી જેમાં સંદીપ ભાઈની ટીમ વિજેતા થઈ હતી.
ક્રિકેટ સ્પર્ધા પૂર્ણ થાય બાદ વિજેતા ટીમોને અને સારો દેખાવ કરનાર ખેલાડીઓને GCHA તરફથી ટ્રોફી – ઈનામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર PANTUM અને કો સ્પોન્સર Maruti Infotech, My Compuclinic અને Krishna Computer Services ના સહયોગ – સહકારથી ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. આ કંપનીઓ તરફથી તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. PANTUM તરફથી ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. GCHA ના પ્રમુખ શ્રી.વિપુલ ભાઈ દવે એ ઉપસ્થિતિ સર્વ સભ્યોનો તેમજ સ્પોન્સર, કો સ્પોન્સરનો આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશ ભાઈ, જગદીશભાઈ અને વિજય ભાઈ એ ખૂબ જ સરસ કોમેન્ટરી કરી હતી.
અંતમાં રસ, પૂરી સાથે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેનો ઉપસ્થિત સર્વ સભ્યો ખેલાડીઓએ લાભ લીધો. GCHAના આ ક્રિકેટ સ્પર્ધાના કાર્યક્રમમાં અંદાજિત ૮૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો. અને આમ, GCHA દ્વારા એકદમ સરસ ક્રિકેટ સ્પર્ધાનો કાર્યક્રમ આનંદ સાથે પૂર્ણ થયો.