અમારો પરિચય
અમારો પરિચય
ગાંધીનગર (ગુજરાત)માં આવેલ આઈટી અને કોમ્યુટર ક્ષેત્રે વ્યાપાર કરનાર કંપનીઓ, પેઢીઓ તેમજ ધંધો કરનાર લોકોનું સંગઠન છે. સંસ્થાના સ્થાપક શ્રી. ગૌરાંગભાઈ વ્યાસ એ વર્ષ ૧૯૯૯માં ગાંધીનગરમાં કોમ્યુટર ઉદ્યોગમાં પોતાનું કાર્ય ક્ષેત્રે ધરાવનાર વ્યાપારીઓના પ્રશ્નોના નિવારણ માટે આ સંગઠનની સ્થાપના કરી. શરૂઆતમાં આ સંસ્થા કોમ્યુટર હાર્ડવેરના વ્યાપારીઓનું સંગઠન હતું. પરંતુ સમય જતાં આઈટી અને કોમ્યુટરમાં પણ વિવિધ વિભાગો ખૂબ મોટા પાયે ઊભા થતાં આ સંસ્થામાં સંપૂર્ણ આઈટી અને કોમ્યુટર હાર્ડવેર ઉદ્યોગના વ્યાપારીઓ જોડાવવા લાગ્યા. આજે સંસ્થામાં અંદાજિત કુલ ૨૦૦ થી પણ વધુ કંપનીઓ અને પેઢીઓ જોડાયેલી છે.
આઈટી અને કોમ્યુટર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ અને પેઢીઓને તેમજ વ્યાપારીઓને ઘણી વખત મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તેમાં નિરાકરણ લાવવા માટે, અને વ્યાપારીઓનો વિકાસ અને તેમણે એક પ્રકારની સુરક્ષા પ્રદાન કરવા માટે આ સંગઠનની રચના થયેલ છે. સંસ્થાએ વ્યાપારીઓને બજારમાં ટકી રહેવા, આગળ વધવા શિબિર અને સેમિનારના આયોજન કરેલ છે. સંસ્થા નવી કંપની અથવા નવી પ્રોડક્ટ બજારમાં આવે તો એના વિષે સેમિનારોનું આયોજન કરીને સભ્યોને માહિતગાર કરે છે. કેટલાક લાઇસન્સના કિસ્સાઓમાં તેમજ લીગલ કાર્યવાહીમાં પણ સંસ્થા સભ્યોને મદદરૂપ થયેલ છે. આજના સમયમાં મોટી કંપનીઓ બજાર માટે જોખમ રૂપ છે તેવા સંજોગોમાં નાના વ્યાપારીઓને રક્ષણ આપે છે.
GCHA માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ સભ્યોનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. અમારી સંસ્થા દ્વારા દરેક વર્ષે સભ્યો માટે ખાસ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેથી સભ્યોનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે અને આનંદ લેવી શકે. સંસ્થાના સભ્યો માટે પરિવાર સહ પ્રવાસ, રાસ-ગરબા, સ્નેહ મિલન અને પ્રીતિ ભોજનનું પણ દરેક વર્ષે આયોજન કરવામાં આવે છે. આમ આ સંસ્થાના સભ્યો માત્ર વ્યવસાયિક ન રહેતા એક પારિવારિક ભાવના સાથે જોડાયેલ રહેલ છે. GCHA દ્વારા સહકાર અને સુરક્ષાથી વ્યાપારીઓ ખૂબ જ મોટું પીઠબળ પૂરું પડે છે.
GCHA અને સંલગ્ન સંસ્થાઓ
આઇટી ક્ષેત્રે ગુજરાતમાં ફિટાગ સંસ્થા અને ભારતમાં ફાઈટા સંસ્થા પ્રતિનિધિત્વ કરે છે. અમારી સંસ્થા સંલગ્ન રીતે આ બંને સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેથી આપણે સરળ રીતે આપણો અવાજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી શકીએ છીએ.