Canon કંપની દ્વારા આયોજિત પ્રોડક્ટ ટ્રેનિંગ (કાર્યક્રમ)

Posted by

તા.૨૧/૧૧/૨૦૨૩, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ વાગે, ગાંધીનગરના કુડાસણમાં આવેલ હોટલ પ્રોમેનન્ટમાં GCHA ના સભ્યો માટે GCHA અને Canon કંપની દ્વારા સંયુક્ત રીતે વિશેષ Canon કંપનીના પ્રિન્ટરને લગતા પ્રોડક્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૧૧:૩૦ વાગે ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ GCHA સંસ્થાના પ્રમુખ વિપુલ દવે અને ફિટાગના સેક્રેટરી ઉરેન પટેલ એ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. Canon કંપની દ્વારા એમના વિશેષ પ્રતિનિધિ વેસ્ટ વિભાગના હેડ મી. તિવારી, મેનેજર સેલ્સ વિભાગ અને માર્કેટિંગ વિભાગ શ્રી સૌરભ શાહ અને નયન પટેલ ખાસ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ટ્રેનિંગમાં સેલ્સ, નવા પ્રોડક્ટ અને એમાં ખાસ કરીને G સીરિઝ અને GX સીરિઝના પ્રિન્ટર વિશે માહિતી આપવામાં આવી. કંપની, ગ્રાહક અને ડીલર તેમજ પ્રિન્ટર વેચનારને વધુમાં વધુ ફાયદો થાય એ માટે ખાસ આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. GCHA ના સભ્યો એ પણ સેલ્સમાં તેમજ સર્વિસમાં ઉદ્ભવતા પ્રશ્નો, મુશ્કેલીઓ વિશે મહત્વ પૂર્ણ ચર્ચા કરી અને કંપનીના પ્રતિનિધિઓને પ્રશ્નોના ઉકેલ લાવવા તેમજ કંપની સુધી સભ્યોના પ્રશ્નો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત દોઢ કલાક એટલે કે ૧:૦૦ વાગ્યા સુધી આ ટ્રેનિંગ, પ્રેઝનટેશન અને દમદાર ચર્ચા ચાલી હતી.
આ પ્રમાણે કાર્યક્રમ વતી Canon કંપની એ એમની પ્રોડક્ટ વિશેની માહિતી ગાંધીનગરના ડિલરો, પ્રિન્ટર વેચનારાઓ અને GCHA ના સભ્યો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. અને સામે GCHA ના સભ્યો પણ એમના પ્રશ્નો કંપની આગળ મૂકી શક્યા. પ્રોડક્ટ ટ્રેનિંગમાં અંદાજિત ૩૫ જેટલા સભ્યો એ ભાગ લીધો હતો. કાર્યક્રમ સંપન્ન થયા પછી GCHA ની કોર કમિટીની Canon કંપનીની ટીમ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બપોરના ભોજન બાદ સૌ મિત્રો છૂટા પડ્યા હતા અને આપણાં GCHA ની કાર્યક્રમોની યાદીમાં વધુ એક સરસ પ્રોડક્ટ ટ્રેનિંગ કાર્યક્રમ ખુબજ સરસ રીતે પૂર્ણ થઈ ઉમેરાઈ ગયો.
અહેવાલ લેખન :
સોમનાથ ખાંદારે