GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર
તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોશીએશન – GCHA દ્વારા ગાંધીનગર મેઘ મલ્હાર કોમ્પલેક્ષ સેક્ટર ૧૧ ખાતે ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ગાંધીનગરના કોર્પોરેટર શ્રી ગૌરાંગ વ્યાસ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ નિશુક્લ આરોગ્ય તપાસ એટલે કે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો ઉપસ્થિત ૧૫૦ થી પણ વધારે સભ્યોએ લાભ લીધો હતો. આ દિવસે GCHA તેમજ રેડ ક્રોસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર એટલે કે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૩૫ થી પણ વધારે બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે કદાચિત સૌ પ્રથમ વખત GCHA ની મુખ્ય કમિટીના સભ્યોના પ્રયત્ન અને સભ્યોના સહકાર વતી GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની એક અલગ જ અને સંપૂર્ણ સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. અંતમાં GCHA ના આયોજન મુજબ ઉપસ્થિત સૌ સભ્યો નજીકમાં આવેલ રસથાળ રેસ્ટોરન્ટમાં સ્નેહ ભોજન લઈ છૂટા પડ્યા હતા.
અહેવાલ લેખન
સોમનાથ ખાંદારે