admin, Author at ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન https://gujarati.gcha.co.in/author/admin/ ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન Sat, 02 Mar 2024 19:15:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://i0.wp.com/gujarati.gcha.co.in/wp-content/uploads/2023/05/logo-Copy.jpg?fit=32%2C10&ssl=1 admin, Author at ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન https://gujarati.gcha.co.in/author/admin/ 32 32 230761484 FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ : ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ https://gujarati.gcha.co.in/2024/03/02/fitag-%e0%aa%a4%e0%ab%87%e0%aa%ae%e0%aa%9c-gcha-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%86%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d/ Sat, 02 Mar 2024 19:13:27 +0000 https://gujarati.gcha.co.in/?p=438 FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ તા.૨૮/૦૨/૨૦૨૪, બુધવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે FITAG તેમજ GCHA ના સંયુક્ત ઉપક્રમે સભ્યોને વ્યાપાર ધંધામાં પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ – સેતુ નું આયોજન કરવામાં આવેલ હતું. સાંજે ૭:૩૦ વાગે સભ્યોની હાજરી થયા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. […]

The post FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ : ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>

FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ

ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ

તા.૨૮/૦૨/૨૦૨૪, બુધવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે FITAG તેમજ GCHA ના સંયુક્ત ઉપક્રમે સભ્યોને વ્યાપાર ધંધામાં પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ – સેતુ નું આયોજન કરવામાં આવેલ હતું. સાંજે ૭:૩૦ વાગે સભ્યોની હાજરી થયા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ FITAG ના સેક્રેટરી તેમજ GCHA ના પૂર્વ પ્રમુખ શ્રી ઉરેન ભાઈ એ ઉપસ્થિત સભ્યનું સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખ શ્રી વિજય ભાઈ ના સૂત્ર સંચાલન પ્રમાણે કાર્યક્રમ આગળ વધ્યો. GCHA ના પ્રમુખ શ્રી વિપુલ ભાઈ એ પણ ઉપસ્થિત સભ્યોનું સંબોધન કર્યું હતું. GCHA દ્વારા FITAG ના સભ્યો તેમજ કાર્યક્રમ સ્પોન્સરના પ્રતિનિધિઓનું પુષ્પ ગુચ્છ તેમજ ભેટ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં GCHA કાર્યકર્તાઓને સ્વાગત તેમજ ભેટ આપવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.
FITAGના પ્રમુખ શ્રી આલોક ઘેલાની એ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું અને FITAGના વિષે અને FITAGના કાર્યક્ષેત્ર અને તાકાત તેમજ FITAGના હેતુઓ વિષે માહિતી આપી.
FITAG Mentor શ્રી. નંદક ભાઈ એ કાર્યક્રમ સેતુ – ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ ની શરૂઆત કરી હતી. જેમાં તેઓએ ઉપસ્થિત સભ્યોને વ્યાપાર ધંધામાં પ્રોત્સાહ મળી રહે તે માટે ખાસ સલાહ આપી હતી. નંદક ભાઈ એ પ્રોફેશનલ સ્પીકર હોવાથી તેઓની સલાહ તેમજ વાતો એ સભ્યો માટે ખૂબ જ મહત્વની હતી. ગાંધીનગરમાં તેમજ ગુજરાત અને ભારતમાં આઈ ટી ક્ષેત્રે ખૂબ જ તક ઊભી થયેલ છે તેમજ હજી પણ સમય વિતેલ નથી આગળ જતાં આઈ ટી ક્ષેત્રે ખૂબ પ્રમાણમાં બિઝનેસ ગાંધીનગરમાં આવવાનો છે. તેમજ ગુજરાત અને ભારતમાં આવવાના છે તેથી સભ્યોએ એ તક કેવી રીતે જીતવાની છે. અને આગળ વધવાનું છે. તે માટે તેઓએ ખાસ પ્રોત્સાહક વાતો નંદક ભાઈ એ કાર્યક્રમ દરમિયાન કરી હતી.
નંદક ભાઈ દ્વારા થયેલ વાતો / સૂચનો
– વ્યાપારમાં કેવી રીતે આગળ વધવું.
– ગાંધીનગર, ગુજરાત અને ભારત માં આઈ ટી ક્ષેત્રમાં નવીન તકો તેમજ બિઝનેસ
– સર્વિસ કેવી રીતે આપવી.
– સર્વિસ માટે પહેલાથી માર્જિન રાખવું. જેથી સર્વિસ આપવી પોસાય
– ગ્રૂપમાં કામ કરી આગળ વધવું.
– તમારા વ્યાપારની ક્ષમતા વધારવી
– ક્યાંક પણ મુશ્કેલી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો સંપર્ક કરવો.
ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર PRAMA તેમજ HIKVISION પ્રતિનિધિઓએ એમના પ્રોડક્ટ વિષે માહિતી આપી હતી. સમય વધુ થઈ જતાં કાર્યક્રમના સ્પોન્સર bitdefender તેમજ APSNP ના પ્રતિનિધિઓએ ટૂંકમાં પ્રોડક્ટ વિષે માહિતી આપી હતી.
આ પ્રમાણે FITAG અને GCHA સંસ્થાનો મુખ્ય હેતુ પૂર્ણ થાય તે રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. FITAG દ્વારા પૂર્ણ ગુજરાતમાં FITAG યાત્રાના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ આ યાત્રા પૂર્ણ થવાના દ્વારે ઊભી છે. સંપૂર્ણ ગુજરાતને આવરી આ કાર્યક્રમ સ્વરૂપે FITAG દરેક સંસ્થા તેમજ દરેક સભ્ય સુધી પહોંચવામાં સક્ષમ રહ્યું છે. અને સંપૂર્ણ ગુજરાતના આઈ ટી ઇન્ડસ્ટ્રીને એક માળામાં બાંધવામાં / જોડવામાં સફળ થયું છે.
FITAG, GCHA, કાર્યક્રમના સ્પોન્સર – પ્રતિનિધિઓ અને ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યકત કરવા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમમાં અંદાજિત ૮૦ સભ્યોની હાજરી રહી હતી. સમય વધુ થઈ ગયો હોવા છતાંય ઉપસ્થિત સર્વ સભ્યો એ અંત સુધી કાર્યક્રમને માણ્યો હતો. અંતમાં ઉપસ્થિત સૌ સભ્યો એ સાથે સ્વરૂચી ભોજન કરી સૌ છૂટા પડ્યા હતા.

The post FITAG તેમજ GCHA દ્વારા આયોજિત કાર્યક્રમ – સેતુ : ચાલો આપણી ક્ષિતિજને વિસ્તરીએ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
438
GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર https://gujarati.gcha.co.in/2024/02/04/gcha-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8%e0%aa%a8/ Sun, 04 Feb 2024 18:08:14 +0000 https://gujarati.gcha.co.in/?p=433 GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોશીએશન – GCHA દ્વારા ગાંધીનગર મેઘ મલ્હાર કોમ્પલેક્ષ સેક્ટર ૧૧ ખાતે ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું […]

The post GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>

GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર

તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોશીએશન – GCHA દ્વારા ગાંધીનગર મેઘ મલ્હાર કોમ્પલેક્ષ સેક્ટર ૧૧ ખાતે ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ગાંધીનગરના કોર્પોરેટર શ્રી ગૌરાંગ વ્યાસ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ નિશુક્લ આરોગ્ય તપાસ એટલે કે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો ઉપસ્થિત ૧૫૦ થી પણ વધારે સભ્યોએ લાભ લીધો હતો. આ દિવસે GCHA તેમજ રેડ ક્રોસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર એટલે કે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૩૫ થી પણ વધારે બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે કદાચિત સૌ પ્રથમ વખત GCHA ની મુખ્ય કમિટીના સભ્યોના પ્રયત્ન અને સભ્યોના સહકાર વતી GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની એક અલગ જ અને સંપૂર્ણ સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. અંતમાં GCHA ના આયોજન મુજબ ઉપસ્થિત સૌ સભ્યો નજીકમાં આવેલ રસથાળ રેસ્ટોરન્ટમાં સ્નેહ ભોજન લઈ છૂટા પડ્યા હતા.

અહેવાલ લેખન
સોમનાથ ખાંદારે

The post GCHA દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી – ધ્વજ વંદન, નિશુક્લ આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
433
GCHA દ્વારા રાજકોટ બિઝનેસ એક્સપો ૨૦૨૪ ની મુલાકાત https://gujarati.gcha.co.in/2024/01/08/gcha-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%9d%e0%aa%a8%e0%ab%87%e0%aa%b8-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d/ Mon, 08 Jan 2024 16:31:53 +0000 https://gujarati.gcha.co.in/?p=426 GCHA દ્વારા રાજકોટ બિઝનેસ એક્સપો ૨૦૨૪ ની મુલાકાત તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ બે દિવસ માટે રાજકોટ ખાતે Saurashtra Security & Surveillance Association (SSSA) દ્વારા B2B બિઝનેસ એક્સપો ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ હતું. આ અધિવેશનમાં ફિટાગ સાથે સંલગ્ન સંસ્થાઓને વિશેષ આમંત્રણ આપવામાં આવેલ હતું. આપણી સંસ્થા GCHA તરફથી આ અધિવેશનમાં ભાગ […]

The post GCHA દ્વારા રાજકોટ બિઝનેસ એક્સપો ૨૦૨૪ ની મુલાકાત appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>

GCHA દ્વારા રાજકોટ બિઝનેસ એક્સપો ૨૦૨૪ ની મુલાકાત

તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ બે દિવસ માટે રાજકોટ ખાતે Saurashtra Security & Surveillance Association (SSSA) દ્વારા B2B બિઝનેસ એક્સપો ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ હતું. આ અધિવેશનમાં ફિટાગ સાથે સંલગ્ન સંસ્થાઓને વિશેષ આમંત્રણ આપવામાં આવેલ હતું. આપણી સંસ્થા GCHA તરફથી આ અધિવેશનમાં ભાગ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ રાજકોટ બિઝનેસ અધિવેશનમાં GCHA ના સભ્યો ભાગ લઈ શકે એ માટે વિશેષ લકઝરી બસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. સવારે ૫:૩૦ વાગે ગાંધીનગર મેઘમલ્હાર ખાતેથી બસ ઉપાડવામાં આવી. ગાંધીનગર અને અમદાવાદના સ્ટોપ લઈને બસમાં કુલ ૨૯ સભ્યો આવ્યા હતા. શિયાળાની ગુલાબી ઠંડીમાં સવારે ૯ વાગે નાસ્તા માટે બસને પ્રખ્યાત દર્શન હોટલ ઉપર ઊભી રાખવામાં આવી. જ્યાં સભ્યો એ ફાફડા, જલેબી, ગોટા અને ખમણની મઝા લીધી. અંદાજિત ૧૨ વાગે GCHA ની રાજકોટ બિઝનેસ અધિવેશનમાં પહોંચી જ્યાં સૌ પ્રથમ GCHA ટીમ નું સ્વાગત કરવામાં આવ્યું હતું .સભ્યોના રજીસ્ટ્રેશન બાદ એમાં આવેલ કંપનીઓના સ્ટોલની મુલાકાતે પહોંચ્યા હતા. અધિવેશનમાં સિક્યુરિટી અને સર્વેલન્સ ની વિવિધ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન માટેની દરેક પ્રોડક્ટ જેમ કે સીસીટીવી કેમેરા, ટેલિકોમ, એક્સેસ કંટ્રોલ, ટાઈમ એટેન્ડન્સ, ઇન્ટરેક્ટિવ પેનલ ટી.વી. સ્ક્રીન વગેરે જેવી દરેક પ્રોડક્ટની નાની મોટી દરેક કંપની – બ્રાન્ડ એ આ અધિવેશનમાં સ્ટોલ મૂકીને ભાગ લીધો હતો. અધિવેશનમાં ૧૦૦ થી પણ વધારે સ્ટોલ હતા. દરેક ઉપસ્થિત સભ્ય માટે ફ્રી એન્ટ્રી અને ફ્રી ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ફક્ત બિઝનેસ ટુ બિઝનેસ માટે આ ખાસ અધિવેશનનું આયોજન કરવામાં આવેલ હતું. સ્ટોલની મુલાકાત, ભોજન, ફરી સ્ટોલની મુલાકાત લઈ અંદાજિત ૪.૩૦ વાગે GCHA ની બસ ગાંધીનગર આવવા પરત ફરી. રસ્તામાં GCHA ના પૂર્વ પ્રમુખ શ્રી સંદીપ ભાઈ એ રાજકોટની પ્રખ્યાત જાફરની ચા નો સ્વાદ સભ્યો માણી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. થોડીવાર માટે બસ ઊભી રાખી ઉપસ્થિત સર્વ સભ્યોને જાફરની ચા ની મઝા માણી હતી. બે જગ્યા એ સ્ટોપ લઈને બસ રાત્રે ૯:૩૦ વાગે ભોજન માટે ઊભી રહી. જ્યાં દરેક સભ્યો એ પસંદગી મુજબ પંજાબી, ગુજરાતી અને કાઠીયાવાડી ભોજનની મઝા માણી. રાજકોટ અધિવેશનમાં અને બસમાં આનંદ અને મઝા કરતાં કરતાં સૌ સભ્યો ગાંધીનગર આવી પહોંચ્યા. જ્યાં દરેક સભ્ય પોતાના નજીકના સ્ટોપ ઉપર ઉતાર્યા હતા. આમ, ખૂબ મઝા અને આનંદ સાથે રાજકોટ અધિવેશન પ્રવાસ પૂર્ણ થયો હતો. ફિટાગના સેક્રેટરી અને GCHA પૂર્વ પ્રમુખ ઉરેન ભાઈ એ સંસ્થાના સભ્યોને વિશેષ વ્યવસ્થા મળી રહે એ માટે ખાસ પ્રયત્નો કર્યા હતા. અંત માં પ્રમુખ શ્રી વિપુલ દવે એ અધિવેશનમાં GCHA ના કુલ ૩૩ સભ્યો એ  ભાગ લેવા બદલ સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

The post GCHA દ્વારા રાજકોટ બિઝનેસ એક્સપો ૨૦૨૪ ની મુલાકાત appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
426
GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ https://gujarati.gcha.co.in/2023/12/24/gcha-snehmilan-2023/ Sun, 24 Dec 2023 16:51:38 +0000 https://gujarati.gcha.co.in/?p=419 GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ GCHA દ્વારા તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ હોટેલ માએવા, સરગાસણ ખાતે સાંજે સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ નું સહપરિવાર સાથે આયોજન કરવામાં આવેલ હતું. GCHA માં પારિવારિક ભાવના વધુ મજબૂત બને અને સભ્યો તેમજ તેઓના પરિવારના સભ્યો પણ એકબીજાને મળી શકે, ભળી શકે તે હેતુસર સંસ્થા દ્વારા […]

The post GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>

GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩

GCHA દ્વારા તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ હોટેલ માએવા, સરગાસણ ખાતે સાંજે સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ નું સહપરિવાર સાથે આયોજન કરવામાં આવેલ હતું. GCHA માં પારિવારિક ભાવના વધુ મજબૂત બને અને સભ્યો તેમજ તેઓના પરિવારના સભ્યો પણ એકબીજાને મળી શકે, ભળી શકે તે હેતુસર સંસ્થા દ્વારા સહપરિવાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સામાન્ય રીતે પ્રત્યેક વર્ષે કરવામાં આવે છે. સભ્યોની ઉપસ્થિતિ પ્રમાણે સાંજે ૭:૩૦ વાગે મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલ દવે એ ઉપસ્થિત સર્વ સભ્યોને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા કાર્યક્રમની શરૂઆત કરી. સૌ પ્રથમ નાના ભૂલકાઓ દ્વારા સ્ટેજ ઉપર ડાન્સ રજુ કરવામાં આવ્યો. ત્યારબાદ દંપતિઓ દ્વારા કપલ ડાન્સ કરવામાં આવ્યો. ડાન્સ કાર્યક્રમ પછી રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાળકો, મહિલાઓ અને દંપતીમાં રમતો રમાડવામાં આવી. આ પ્રમાણે ડાન્સ તેમજ રમતોની મઝા માણતા માણતા ૯ વાગે કાર્યક્રમ પૂર્ણ થયો અને સ્વરૂચી ભોજનની શરૂઆત થઈ. વ્યવસ્થાના ભાગરૂપે વ્યક્તિ દીઠ ટોકન રૂ.૧૦૦/- આપી ભોજન માટે પાસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. કમિટીના આ નિર્ણયને આવકાર આપી સભ્યો દ્વારા પણ સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. ઉપસ્થિત સર્વ સભ્યો અને તેઓના પરિવારજનોએ કાર્યક્રમ તેમજ ભોજનની ભરપૂર મઝા માણી. સ્નેહમિલન કાર્યક્રમમાં એકદમ સરળ અને સરસ સૂત્રસંચાલન સંસ્થાના કોષાધ્યક્ષ નિગમ વ્યાસના પત્ની વૈશાલી વ્યાસ એ કરેલ હતું. અંદાજિત ૧૩૦ સભ્યોએ આ કાર્યક્રમનો સહપરિવાર લાભ લીધો.

અહેવાલ લેખન
સોમનાથ ખાંદારે

 

The post GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
419
વિશેષ સેમિનાર – CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી ( Hi focus) https://gujarati.gcha.co.in/2023/12/12/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%87%e0%aa%b7-%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0-cctv-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ Tue, 12 Dec 2023 18:08:34 +0000 https://gujarati.gcha.co.in/?p=409 વિશેષ સેમિનાર – CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી ( Hi focus) તા.૦૯/૧૨/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૭:૦૦ વાગે ગાંધીનગર કુડાસણમાં આવેલ ફુરટ રેસ્ટોરન્ટમાં Hifocus Electronics India Pvt. Ltd. કંપની અને GCHA ના સંયુક્ત ઉપક્રમે CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટની માહિતી સભ્યો સુધી પહોંચાડવા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં […]

The post વિશેષ સેમિનાર – CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી ( Hi focus) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
વિશેષ સેમિનાર – CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી ( Hi focus)
તા.૦૯/૧૨/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૭:૦૦ વાગે ગાંધીનગર કુડાસણમાં આવેલ ફુરટ રેસ્ટોરન્ટમાં Hifocus Electronics India Pvt. Ltd. કંપની અને GCHA ના સંયુક્ત ઉપક્રમે CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટની માહિતી સભ્યો સુધી પહોંચાડવા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. ૮:૦૦ વાગે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. Hi focus કંપની તરફથી શ્રી મૃદંગ મજમુનદાર તથા તેમના વિશેષ પ્રતિનધિઓ હાજર રહ્યા હતા. સેમિનારમાં CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટની માહિતી આપવામાં આવી. GCHA ના સભ્યો દ્વારા પણ ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના પ્રતિનિધિઓએ યોગ્ય જવાબ આપેલ હતા. અંદાજિત ૨ કલાકની ચર્ચા, પ્રેઝનટેશન અને પ્રોડક્ટની માહિતી આપવામાં આવી. GCHAના ઉપપ્રમુખ શ્રી.વિજય ભાઈ ત્રિવેદી એ Hi – Focus ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને હાજર કેટલાક નવા સભ્યોને કાયમ સંસ્થા સાથે જોડાઈને રહે એવી વિનંતી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
કાર્યક્રમમાં ફિટાગના સેક્રેટરી શ્રી.ઉરેન ભાઈ પટેલ તેમજ GCHA ના પૂર્વ પ્રમુખ તેમજ સલાહગાર શ્રી.ચેતન ભાઈ, સંદીપ ભાઈ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ કરવામાં GCHA ના પ્રમુખ વિપુલ ભાઈ, સેક્રેટરી વિજય પટેલ, ઉપપ્રમુખ વિજય ત્રિવેદી તેમજ દીપલ ભાઈ તથા કમિટીના સભ્ય રોનક ભાઈ, કૌશલ ભાઈ, જયમિન ભાઈ અને સોમનાથ ભાઈ એ વિશેષ કામગીરી કરેલ હતી.
આમ, ટૂંક જ સમયમાં ફરી એક સરસ કાર્યક્રમનું આયોજન થયું અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉપસ્થિત સર્વ સભ્યો એ સ્વરૂચી ભોજન લીધા બાદ સૌ છૂટા પડ્યા હતા. અંદાજિત ૭૦ જેટલા સભ્યોએ આ કાર્યક્રમનો લાભ લીધો.
અહેવાલ લેખન
સોમનાથ ખાંદારે

The post વિશેષ સેમિનાર – CCTV કેમેરામાં નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી ( Hi focus) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
409
Canon કંપની દ્વારા આયોજિત પ્રોડક્ટ ટ્રેનિંગ (કાર્યક્રમ) https://gujarati.gcha.co.in/2023/11/22/canon-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%86%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b/ Wed, 22 Nov 2023 19:10:04 +0000 https://gujarati.gcha.co.in/?p=405 તા.૨૧/૧૧/૨૦૨૩, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ વાગે, ગાંધીનગરના કુડાસણમાં આવેલ હોટલ પ્રોમેનન્ટમાં GCHA ના સભ્યો માટે GCHA અને Canon કંપની દ્વારા સંયુક્ત રીતે વિશેષ Canon કંપનીના પ્રિન્ટરને લગતા પ્રોડક્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૧૧:૩૦ વાગે ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ GCHA સંસ્થાના પ્રમુખ વિપુલ દવે અને ફિટાગના […]

The post Canon કંપની દ્વારા આયોજિત પ્રોડક્ટ ટ્રેનિંગ (કાર્યક્રમ) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
તા.૨૧/૧૧/૨૦૨૩, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ વાગે, ગાંધીનગરના કુડાસણમાં આવેલ હોટલ પ્રોમેનન્ટમાં GCHA ના સભ્યો માટે GCHA અને Canon કંપની દ્વારા સંયુક્ત રીતે વિશેષ Canon કંપનીના પ્રિન્ટરને લગતા પ્રોડક્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૧૧:૩૦ વાગે ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ GCHA સંસ્થાના પ્રમુખ વિપુલ દવે અને ફિટાગના સેક્રેટરી ઉરેન પટેલ એ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. Canon કંપની દ્વારા એમના વિશેષ પ્રતિનિધિ વેસ્ટ વિભાગના હેડ મી. તિવારી, મેનેજર સેલ્સ વિભાગ અને માર્કેટિંગ વિભાગ શ્રી સૌરભ શાહ અને નયન પટેલ ખાસ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ટ્રેનિંગમાં સેલ્સ, નવા પ્રોડક્ટ અને એમાં ખાસ કરીને G સીરિઝ અને GX સીરિઝના પ્રિન્ટર વિશે માહિતી આપવામાં આવી. કંપની, ગ્રાહક અને ડીલર તેમજ પ્રિન્ટર વેચનારને વધુમાં વધુ ફાયદો થાય એ માટે ખાસ આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. GCHA ના સભ્યો એ પણ સેલ્સમાં તેમજ સર્વિસમાં ઉદ્ભવતા પ્રશ્નો, મુશ્કેલીઓ વિશે મહત્વ પૂર્ણ ચર્ચા કરી અને કંપનીના પ્રતિનિધિઓને પ્રશ્નોના ઉકેલ લાવવા તેમજ કંપની સુધી સભ્યોના પ્રશ્નો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત દોઢ કલાક એટલે કે ૧:૦૦ વાગ્યા સુધી આ ટ્રેનિંગ, પ્રેઝનટેશન અને દમદાર ચર્ચા ચાલી હતી.
આ પ્રમાણે કાર્યક્રમ વતી Canon કંપની એ એમની પ્રોડક્ટ વિશેની માહિતી ગાંધીનગરના ડિલરો, પ્રિન્ટર વેચનારાઓ અને GCHA ના સભ્યો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. અને સામે GCHA ના સભ્યો પણ એમના પ્રશ્નો કંપની આગળ મૂકી શક્યા. પ્રોડક્ટ ટ્રેનિંગમાં અંદાજિત ૩૫ જેટલા સભ્યો એ ભાગ લીધો હતો. કાર્યક્રમ સંપન્ન થયા પછી GCHA ની કોર કમિટીની Canon કંપનીની ટીમ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બપોરના ભોજન બાદ સૌ મિત્રો છૂટા પડ્યા હતા અને આપણાં GCHA ની કાર્યક્રમોની યાદીમાં વધુ એક સરસ પ્રોડક્ટ ટ્રેનિંગ કાર્યક્રમ ખુબજ સરસ રીતે પૂર્ણ થઈ ઉમેરાઈ ગયો.
અહેવાલ લેખન :
સોમનાથ ખાંદારે

 

The post Canon કંપની દ્વારા આયોજિત પ્રોડક્ટ ટ્રેનિંગ (કાર્યક્રમ) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
405
GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો https://gujarati.gcha.co.in/2023/09/28/gcha-%e0%aa%ae%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%b0%e0%aa%ae-2/ Thu, 28 Sep 2023 06:59:21 +0000 https://gujarati.gcha.co.in/?p=396 તા.૨૩/૦૯/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૩૦ વાગે GCHA દ્વારા ગાંધીનગરમાં શાહપુર નજીક MATRIX 360 માં બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. ભારે વરસાદના કારણએ જુલાઇ મહિનામાં થયેલ કાર્યક્રમમાં રમતોનો આનંદ ક્યાંક બાકી રહી ગયો […]

The post GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
તા.૨૩/૦૯/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૩૦ વાગે GCHA દ્વારા ગાંધીનગરમાં શાહપુર નજીક MATRIX 360 માં બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. ભારે વરસાદના કારણએ જુલાઇ મહિનામાં થયેલ કાર્યક્રમમાં રમતોનો આનંદ ક્યાંક બાકી રહી ગયો હતો. જે પૂર્ણ કરવાના હેતુથી ફરી એક વખત રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોમાં પુરુષો, બાળકો અને મહિલાઓની રમતો માટે અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મહિલાઓ માટે આ ખાસ વ્યવસ્થાને લીધે તેઓ પણ આ આયોજનનો વિશેષ આનંદ લઈ શક્યા હતા. રમતોનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક સભ્યો વ્યવસ્થા પ્રમાણે સ્વરૂચિ રાત્રિ ભોજન લીધું હતું. દરેક સભ્યોને અને તેમના પરિવારજનો માટે આ કાર્યક્રમ જૂની યાદો ફરી તાજી કરવા માટે મહત્વ પૂર્ણ હતો. આ કાર્યક્રમનો અંદાજિત ૧૦૦ જેટલા સભ્યો અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમનો તમામ ખર્ચ GCHA મેમ્બર્સ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના કારોબારી સભ્ય આદિત્ય ભાઈ એ મહત્વની આર્થિક મદદ (સ્પોન્સરશીપ) આપેલ હતી.

અહેવાલ લેખન: સોમનાથ ખાંદારે

The post GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
396
GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ https://gujarati.gcha.co.in/2023/09/07/gcha-%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ab%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-%e0%aa%ac/ Thu, 07 Sep 2023 07:14:12 +0000 https://gujarati.gcha.co.in/?p=386 GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ આજે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ GCHA પરિવારમાં સંસ્થાના સલાહકાર અને પૂર્વ પ્રમુખ ચેતન ભાઈનો જન્મ દિવસ હતો. આ દિવસે સવારથી જ સંસ્થાના દરેક સભ્યો એ ચેતન ભાઈને જન્મ દિવસ ઉપર શુભેચ્છાઓ આપી હતી. સંસ્થા દ્વારા વિશેષ કેકની વ્યવસ્થા દરેક સભ્યના જન્મ દિવસ […]

The post GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
GCHA member brithday celebration

GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ

આજે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ GCHA પરિવારમાં સંસ્થાના સલાહકાર અને પૂર્વ પ્રમુખ ચેતન ભાઈનો જન્મ દિવસ હતો. આ દિવસે સવારથી જ સંસ્થાના દરેક સભ્યો એ ચેતન ભાઈને જન્મ દિવસ ઉપર શુભેચ્છાઓ આપી હતી. સંસ્થા દ્વારા વિશેષ કેકની વ્યવસ્થા દરેક સભ્યના જન્મ દિવસ ઉપર કરવામાં આવે છે તે પ્રમાણે ચેતન ભાઈના જન્મ દિવસ ઉપર પણ કેકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપણાં GCHA નું મુખ્ય મથક એટલે ગાંધીનગરનું મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ અને ત્યાં ચેતન ભાઈના જન્મ દિવસની GCHA પરિવાર દ્વારા વિશેષ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. અહી સંસ્થાના સ્થાપક ગૌરાંગભાઈ, ગાંધીનગર શહેર પ્રમુખ ભાજપ રુચિરભાઈ ભટ્ટ, પ્રમુખ વિપુલ ભાઈ, ઉપપ્રમુખ વિજય ભાઈ ત્રિવેદી અને દીપલ ભાઈ, સલાહકાર પૂર્વ પ્રમુખ સંદીપ ભાઈ અને જગદીશ ભાઈ, મહામંત્રી વિજય ભાઈ પટેલ, મંત્રી રોનક ભાઈ અને કારોબારી સભ્ય સમીર ભાઈ હાજર રહ્યા હતા.

દરેક સભ્યના જન્મ દિવસે GCHA પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. જે સભ્યનો જન્મ દિવસ હોય એને GCHA ના સભ્યોના ગ્રૂપમાં એ દિવસે દરેક સભ્ય દિલથી જન્મ દિવસની શુભેચ્છાઓ આપે છે. અને GCHA પરિવાર દ્વારા એક ભેટ સ્વરૂપે કેકની વ્યવસ્થા કરવામાં આવે છે. સભ્યના અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળ ઉપર ગાંધીનગરની પ્રસિધ્ધ લક્ષ્મી બેકરીમાંથી કેક મોકલવામાં આવે છે.

GCHA પરિવારમાં સભ્યના જન્મ દિવસ ઉપર શુભેચ્છાઓ સાથે કેકની વ્યવસ્થા વિપુલ ભાઈ પ્રમુખ પદે આવ્યા ત્યારથી શરૂઆત કરવામાં આવી છે. સંસ્થાનું આર્થિક ભંડોળ ખોરવાય નહીં અને પરિવારમાં આનંદનો માહોલ બન્યો રહે એ રીતે આ વ્યવસ્થા વિપુલ ભાઈ અને એમની ટીમ છેલ્લા બે વર્ષથી કરતી આવી છે.

આમ, GCHA પરિવારમાં સભ્યોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને સભ્યો દ્વારા આપવામાં આવતી શુભેચ્છાઓ અને કેકની વ્યવસ્થા આ સંસ્થાને ખાસ બનાવે છે.

અહેવાલ લેખન : સોમનાથ ખાંદારે

The post GCHA તરફથી સભ્યોને જન્મ દિવસ બદ્દલ કેક અને શુભેચ્છાઓ appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
386
GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM) https://gujarati.gcha.co.in/2023/09/02/gcha-annual-general-meeting-2023-agm/ Sat, 02 Sep 2023 19:37:43 +0000 https://gujarati.gcha.co.in/?p=374 GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM) તા. ૨૬ ઓગસ્ટ , શનિવારના રોજ સાંજે ૭ વાગે GCHA ની વાર્ષિક સાધારણ સભા (AGM) નું આયોજન માએવા રેસ્ટોરંટ અને હૉલમાં કરેલ હતું. સંસ્થાના ઉપપ્રમુખ વિજયભાઈ ત્રિવેદી એ મિટિંગનું સૂત્ર સંચાલન કરી સભાની શરૂઆત કરી. ઉપસ્થિત સર્વ સભ્યો એ શિસ્તબધ્ધ ઊભા રહી સન્માન […]

The post GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>

GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM)

તા. ૨૬ ઓગસ્ટ , શનિવારના રોજ સાંજે ૭ વાગે GCHA ની વાર્ષિક સાધારણ સભા (AGM) નું આયોજન માએવા રેસ્ટોરંટ અને હૉલમાં કરેલ હતું. સંસ્થાના ઉપપ્રમુખ વિજયભાઈ ત્રિવેદી એ મિટિંગનું સૂત્ર સંચાલન કરી સભાની શરૂઆત કરી. ઉપસ્થિત સર્વ સભ્યો એ શિસ્તબધ્ધ ઊભા રહી સન્માન પૂર્વક રાષ્ટ્રગાન થયું. ત્યારબાદ વિજય ભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું. વિજય ભાઈ એ મુખ્ય સલાહકાર સમિતિ અને પદાધિકારી ઉરેન ભાઈ પટેલ, ચેનતભાઈ શાહ, સંદીપ ભાઈ કોટેચા, સંસ્થાના પ્રમુખ વિપુલ ભાઈ, ઉપપ્રમુખ દીપલ ભાઈ અને મંત્રી / ખજાનચી વિજય ભાઈ પટેલ ને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું. ત્યારબાદ GCHA ના સલાહકાર અને ફિટાગના સેક્રેટરી ઉરેન ભાઈ પટેલ એ દરેકનું સ્વાગત કરી ઉપસ્થિત સભ્યોને ફિટાગ, GCHA અને એની સ્થાપના વિષે માહિતી આપી. છેલ્લા બે વર્ષમાં વિપુલ ભાઈ અને એમની ટીમ દ્વારા થયેલ કાર્યોની વાતો કરી વિપુલ ભાઈ અને એમની ટીમના તેઓએ વખાણ કર્યા. આ સમયે ઉરેન ભાઈનું સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી સંસ્થાના પ્રમુખ વિપુલ ભાઈ દવે એ ઉપસ્થિત સર્વ સભ્યોનું સ્વાગત અને વ્યક્તવ્ય રજૂ કર્યું. સભ્યોને વર્ષ ૨૦૨૨ – ૨૩ માં GCHA દ્વારા થયેલ કાર્યો, ફિટાગના કાર્યક્રમોમાં GCHA નું પ્રતિનિધિત્વ અને GCHAના કાર્યક્રમો વિષે માહિતી આપી. વર્ષ ૨૦૨૩ GCHA ના થયેલ કાર્યક્રમો વિષે એક વિશેષ પ્રેઝનટેશન સોમનાથ ભાઈ અને વિપુલ ભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હતું. જેના દ્વારા સભ્યોને થયેલ દરેક કાર્યક્રમની ફોટો સહિત માહિતી બતાવવામાં આવી.

આ દરમિયાન GCHA ના સ્થાપક સલાહકાર ગૌરગભાઈ વ્યાસ આવ્યા હતા. અને તેમણે પણ સન્માન સાથે સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. અહી વિજય ભાઈ એ સભ્યો સમક્ષ વર્ષ ૨૦૨૨-૨૩ નો હિસાબ રજૂ કર્યો હતો. આ હિસાબને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ GCHA ના કારોબારી સભ્ય સોમનાથ ભાઈ અને રેહાના મેડમ દ્વારા બનાવવામાં આવેલ GCHA ની નવી ગુજરાતી અને ઇંગ્લિશ વેબસાઇટનું લાઈવ પ્રેઝનટેશન આપવામાં આવ્યું. સૌ પ્રથમ રેહાના મેડમ એ ઇંગ્લિશ સાઇટમાં આપવામાં આવેલ માહિતી આપી. ત્યારબાદ સોમનાથ ભાઈ એ ગુજરાતી સાઇટ વિષે માહિતી આપી. ઉપસ્થિત સર્વ સભ્યો એ સોમનાથ ભાઈ, રેહાના મેડમ અને એમની ટીમના કામ બદ્દલ તાળીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો.

અંદાજિત ૯ વાગે ગૌરાંગ ભાઈ એ સભ્યો સાથે વાત કરી જેમાં તેઓએ વિપુલ ભાઈ અને એમની કમિટી એ કરેલ કાર્યોના વખાણ કર્યા હતા. કેટલાક સૂચનો આપ્યા હતા. ગૌરાંગ ભાઈના માર્ગદર્શન મુજબ સંસ્થાના નિયમો અનુસાર સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૧ – ૨૩ ની કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગૌરાંગ ભાઈ દ્વારા ફરી આવનાર વર્ષ માટે નવી કારોબારીની નિમણૂક કરવાનું આહ્વાન કરવામાં આવ્યું. ગૌરાંગ ભાઈ એ કેટલાક સૂચનો આપ્યા અને પછી વિપુલ ભાઈ ને ફરી એક વખત GCHA ના પ્રમુખ બનાવવા જોઈએ એવો પ્રસ્તાવ સભા સામે મૂક્યો. જેનો ઉપસ્થિત સર્વ સભ્યો દ્વારા ભરપૂર પ્રતિસાદ મળ્યો. ગૌરાંગ ભાઈ એ વિપુલ ભાઈ ને બિનહરીફ GCHA ના વર્ષ ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ બનાવવાની ઘોષણા કરી. અને વિપુલ ભાઈ ને વિનંતી કરી કે તેઓ માઇક લઈને એમને અનુકૂળ ટીમની નિમણૂક કરે. વિપુલ ભાઈ એ તેમના આયોજન અને પસંદગી પ્રમાણે ઉપસ્થિત સભ્યોમાંથી એમની આવડત, અનુકૂળતા, અનુભવ અને લાગણીને ધ્યાનમાં રાખી અને ખાસ GCHA ના કામો અને વિકાસને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કમિટીની ઘોષણા કરી. વિપુલ ભાઈની ઘોષણા પ્રમાણે દરેક કારોબારી સભ્યો સ્ટેજ ઉપર આવીને સ્થાન ઉપર બેસ્યા. ત્યારબાદ ઉપસ્થિત સભ્યો દ્વારા નવી કમિટીને શુભેચ્છાઓ આપવામાં આવી અને ફોટા પાડવામાં આવ્યા. છેલ્લે પ્રીતિ ભોજનનો સર્વ સભ્યો આનંદ લઈને સભ્યો છૂટા પડ્યા હતા. અંદાજિત ૫૦ ની સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રમાણે એકદમ ઉત્સાહ અને આનંદ સાથે GCHA ની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી.

વાર્ષિક સર્વ સાધારણ સભામાં GCHA ના વ્યવસ્થાપન સમિતિની અહી આપ્યા પ્રમાણે નિમણૂક કરવામાં આવી.

કારોબારી પદાધિકારી
વિપુલ દવે – પ્રમુખ
દીપલ શાહ – ઉપપ્રમુખ
વિજય ત્રિવેદી – ઉપપ્રમુખ
વિજય પટેલ – મહામંત્રી
રોનક શર્મા – સહમંત્રી
નિગમ વ્યાસ – કોષાધ્યક્ષ
સોમનાથ ખાંદારે – સહકોષાધ્યક્ષ

રેહાના દીવાન – માહિતી પ્રૌધોગિક – IT વિભાગ
કૌશલેન્દ્રસિંહ રાજપૂત – પ્રચાર – મીડિયા વિભાગ

કારોબારી સભ્યો
આદિત્ય પ્રજાપતિ – કારોબારી સભ્ય
હિરજીભાઈ પટેલ – કારોબારી સભ્ય
સમીર પ્રોસલા – કારોબારી સભ્ય
જયમિન પટેલ – કારોબારી સભ્ય
નિકુંજ ઠક્કર – કારોબારી સભ્ય

અહેવાલ લેખન: સોમનાથ ખાંદારે


The post GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM) appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
374
GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો https://gujarati.gcha.co.in/2023/07/22/gcha-%e0%aa%ae%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%b0%e0%aa%ae/ Sat, 22 Jul 2023 22:00:11 +0000 https://gujarati.gcha.co.in/?p=140 GCHA દ્વારા આયોજિત બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. તા.૨૨/૦૭/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૦૦ વાગે GCHA દ્વારા સહપરિવાર સભ્યો માટે બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમીનટોન, બાસ્કેટ બોલ, ટેનિસ, વોલીબૉલ અને બાળકો માટે મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ […]

The post GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
GCHA દ્વારા આયોજિત બાળકો, પુરુષો અને મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ, પીકલબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ જેવી મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.
તા.૨૨/૦૭/૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૬:૦૦ વાગે GCHA દ્વારા સહપરિવાર સભ્યો માટે બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમીનટોન, બાસ્કેટ બોલ, ટેનિસ, વોલીબૉલ અને બાળકો માટે મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું. હાલના સમયમાં એક બોક્સમાં રમવામાં આવતી આ રમતો દરેક ઉંમર અને વર્ગના લોકો માટે એક નવીન, આશ્ચર્ય ઉદ્ભવનાર અને ખૂબ જ મઝા કરાવનાર રમતો છે. ગાંધીનગર ગિફ્ટસીટી પાસે આવેલ એકદમ નવીન મેદાન એટલે Matrix 360 Box જેમાં આ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોમાં કુલ ૯૦ સભ્યોને ભાગ લીધેલ હતો. જેમાં પુરુષો, બાળકો અને મહિલાઓની રમતો માટે અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મહિલાઓ માટે આ ખાસ વ્યવસ્થાને લીધે તેઓ પણ આ આયોજનનો વિશેષ આનંદ લઈ શક્યા હતા. પ્રથમ મેચ શરૂ થતાં જ વરસાદ એ રમઝટ બોલાવી હતી. ખૂબ વરસાદમાં પણ સંસ્થાના સભ્યોને રમત ચાલુ રાખી હતી અને વરસાદના આનંદની સાથે ક્રિકેટની ભરપૂર અને એક અલગ જ મઝા માણી હતી. કુલ 3 મેચનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ વધુ વરસાદને કારણે બીજી મેચને વચ્ચેથી જ સ્થગિત કરવામાં આવી હતી. આયોજન પ્રમાણે રમત બાકી રહી હોવા છતાંય ઉપસ્થિત લોકો એ ભરપૂર મઝા કરી. GCHA દ્વારા આ કાર્યક્રમ વધુ વરસાદના કારણે વચ્ચેથી જ રદ કરવામાં આવતા સંસ્થાના પ્રેસિડેન્ટશ્રી વિપુલ દવે એ નજીકના સમયમાં જ ફરી વખત આ પ્રમાણેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંદાજી ૮:૧૫ વાગે દરેક સભ્યો વ્યવસ્થા પ્રમાણે સ્વરૂચિ રાત્રિ ભોજન માટે ૧ થાળી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં સરસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઝરમર વરસાદ સાથે જૂની પધ્ધતિ પ્રમાણે ચુલાના ઉપર બનાવેલ ગુજરાતી કાઠીયાવાડી અને પંજાબી ભોજનનો આનંદ ઉપસ્થિત સભ્યોએ લીધો હતો. ઝરમર વરસાદમાં ક્રિકેટ અને ગરમાગરમ ભોજનનો એક સરસ અને અકાલ્પનિક અનુભવ દરેક સભ્યોને અને તેમના પરિવારજનો માટે જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે. આ કાર્યક્રમનો અંદાજિત ૧૦૦ જેટલા સભ્યો અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમનો તમામ ખર્ચ GCHA મેમ્બર્સ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
અહેવાલ લેખન: સોમનાથ ખાંદારે

 


The post GCHA મલ્ટીસ્પોર્ટ્સ બોક્સ રમતો appeared first on ગાંધીનગર કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિએશન.

]]>
140