અમારો પરિચય

અમે ગાંધીનગરના આઈટી અને કોમ્પ્યુટર ક્ષેત્રના ઉદ્યોગોને સશક્ત બનાવીએ છીએ

વ્યાપારને રક્ષણ

સંસ્થા તમારા વ્યાપાર ધંધાનું રક્ષણ કરે છે. તમને કાયદાકીય, સામાજિક અથવા આર્થિક રીતે થતાં નુકસાનથી બચાવે છે અને એક પ્રકારનું સુરક્ષા કવચ પ્રદાન કરે છે.

વિકાસમાં મદદરૂપ

સંસ્થા પોતાના કાર્યક્ષેત્રમાં જરૂર પ્રમાણે સમયાંતરે વિવિધ શિબિર, સેમિનાર અને પ્રદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. જે ધંધાના વિકાસમાં ખૂબ મદદરૂપ બને છે.

પરિવારની ભાવના

સંસ્થાના સભ્યો એકબીજા સાથે એક પરિવારની રીતે જોડાયેલા રહે છે. અને સંસ્થા દ્વારા આત્મીયભાવ વધારવા ક્રિકેટ, રાસ-ગરબા, પ્રવાસ, પ્રીતિભોજન અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે.

સંલગ્ન સંસ્થા

આ સંસ્થા ગુજરાતની આઈટી ક્ષેત્રે મુખ્ય સંસ્થા FITAG અને ભારતની મુખ્ય સંસ્થા FAIITA સાથે સંલગ્ન સંસ્થા છે. જેથી સંસ્થાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સહકાર પ્રાપ્ત થાય છે.

અમારી પ્રવૃતીઓ

વ્યાપાર – ધંધાના વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃતીઓ

વ્યાવસાયિક પ્રદર્શન

અમારી સંસ્થા દ્વારા ગાંધીનગરમાં વ્યાવસાયિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતાં આઈટી પ્રદર્શન વિષે માહિતી મેળવી સંસ્થાના માધ્યમથી ભાગ લઈ શકાય છે.

માર્ગદર્શન શિબિર – સેમિનાર

અમારી સંસ્થા દ્વારા સમયાંતરે સભ્યોને વ્યાપારમાં પ્રગતિ કરવા, પ્રોત્સાહિત કરવા તેમજ બજારમાં ઉદ્ભવતી મુશ્કેલીઓ, પ્રશ્નોના નિરાકરણ લાવવા માર્ગદર્શન શિબિર-સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

નવીનીકરણ વિશે

અમારી સંસ્થા દ્વારા સમયાંતરે સભ્યોને નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ વિષે માહિતગાર કરવા માર્ગદર્શન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બજારની નામાંકિત કંપનીઓ સાથે મળીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

GCHA શા માટે?

આઈટીને લગતા વ્યાપારના વિકાસ અને સુરક્ષા પ્રદાન કરવા

GCHA હંમેશા તમારા વ્યાપારના વિકાસ માટે અને રક્ષણ આપવા માટે કામ કરે છે. બજારમાં તમને અલગ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક આપે છે. આ એક એવી સંસ્થા છે જે તમને યોગ્ય પીઠબળ પૂરું પડે છે.

  • વિકાસ માટે કામ કરે છે.
  • સંપૂર્ણ સપોર્ટ આપે છે.
  • રક્ષણ પૂરું પડે છે.

સંપ ત્યાં જંપ

જ્યારે પણ કોઈ લોકોનો સમૂહ – સંગઠન સારા હેતુથી ભેગું થાય છે. અને કર્યો કરે છે. ત્યારે એ સમૂહ ખૂબ જ સરળતાથી પ્રશ્નો, મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. અમારી સંસ્થા દ્વારા લેવામાં આવેલ પગલાઓ.

  • મોટી કંપનીઓ દ્વારા બજાર તોડવા સામે પગલાં
  • સોફ્ટવેર અને વ્યાપારની લાઇસન્સની જવાબદારી સામેના પગલાં
  • ઓનલાઈન સેલિંગ દ્વારા બજારને રક્ષણ આપવું.
  • નિયમોની રચના કરીને આંતરિક પ્રશ્નોનું સમાધાન
  • પ્રતિનિધિત્વ કરીને સરકાર સાથે સંવાદ અને મદદ

અમારી પારિવારિક ભાવના

અમારી પારિવારિક પ્રવૃતિઓ જે અમને ખાસ બનાવે છે

પ્રવાસ

GCHA દ્વારા દરવર્ષે પારિવારિક પ્રવાસ (ફેમિલી ટુર) તેમજ સભ્યો માટે વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જેથી આ સંગઠન ફક્ત વ્યાપાર જ નહીં પરંતુ સભ્યોને આત્મીયભાવ સાથે જોડવાનું પણ કાર્ય કરે છે.

રાસ – ગરબા

ગુજરાતનું કલ્ચર એટલે રાસ – ગરબા. અમારી સંસ્થા દ્વારા દરે વર્ષે શરદ પૂનમના દિવસે ભવ્ય રાસ – ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેલૈયાઓને ખાસ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સ્નેહ – મિલન

દરેક સભ્યો પરિવાર સાથે એકબીજાને મળે અને નાનકડો કાર્યક્રમ માણી સાથે ભોજન કરવાથી એક અલગ જ ભાવ નિર્માણ થતો હોય છે. અને આવા જ પ્રીતિ ભોજનનું અને સ્નેહ મિલનનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ.

અમારી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો

વર્ષ ૧૯૯૯ થી અમે કોમ્યુટર અને આઈટી ક્ષેત્રે કાર્યો કરી રહ્યા છીએ

ઉધોગોને રક્ષણ

આઈટી અને કોમ્યુટરના વ્યાપારને બજારના જોખમો અને આર્થિક તેમજ ટેકનોલોજીના વિકાસને કારણે રહેલા જોખમો સામે ટકી રહેવા અને વ્યાપાર ધંધાને રક્ષણ મળી રહે એ માટે અમે કર્યો કરીએ છીએ.

પારિવારિક ભાવના

સંસ્થાના સભ્યો વચ્ચે પારિવારિક ભાવના રહેલી છે. અને તે માટે સંસ્થા દર વર્ષે પરિવારસહ પ્રવાસ, સ્નેહમિલન, પ્રીતિભોજન અને રાસ-ગરબા જેવા વિવિધ કાર્યક્રમો કરે છે.

સરકારી યોજનાઓ

અમારા સભ્યોને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિષે માહિતગાર કરીને અને સભ્યોના મુદાઓ સરકાર આગળ રજૂ કરીને આઈટી ક્ષેત્રે સભ્યોને લાભ થાય એવા પ્રયત્નો કરીએ છીએ.

ન નફો અને ન નુકશાન

સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ જાતના નફા માટે, મૂડી એકત્ર કરવા અથવા નિધિ ભેગો કરવાના હેતુથી કામ કરતી નહીં. અહી સંસ્થા પ્રત્યેક વર્ષે ન નફો કે ન નુકશાનના હેતુ ઉપર કાર્યો કરતી આવેલ છે.

માર્ગદર્શન અને વિકાસ

સંસ્થાના સભ્યોના વિકાસ અને યોગ્ય માર્ગદર્શન આપવા સંસ્થા સમયાંતરે આંતરિક ચર્ચા, મોટિવેશનલ સ્પીચ, પ્રોડક્ટ ઈન્ટ્રો જેવા શિબિર અને સેમિનારોનું આયોજન કરે છે.

ક્રિકેટ સ્પર્ધા

સભ્યોના માનસિક તણાવ સામે હળવા કરવા તેમજ તેઓ પોતાના માટે સમય ફાળવે અને આનંદ સાથે રમતો રમે અને આત્મીય ભાવના વધુ મજબૂત થાય એ હેતુથી સંસ્થા દ્વારા પ્રત્યેક વર્ષે ક્રિકેટ સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

GCHA અને સંલગ્ન સંસ્થાઓ

ગુજરાત અને ભારતના આઈટી ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરનાર સંસ્થાઓ સાથે સંલગ્ન છીએ

આઇટી ક્ષેત્રે ગુજરાતમાં ફિટાગ સંસ્થા અને ભારતમાં ફાઈટા સંસ્થા પ્રતિનિધિત્વ કરે છે. અમારી સંસ્થા સંલગ્ન રીતે આ બંને સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેથી આપણે સરળ રીતે આપણો અવાજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી શકીએ છીએ.

  • GCHA (કાર્યક્ષેત્ર – ગાંધીનગર)
  • FITAG (કાર્યક્ષેત્ર – ગુજરાત)
  • FAIITA (કાર્યક્ષેત્ર – ભારત તેમજ આંતરરાષ્ટ્રીય)

પ્રશંસાપત્રો

અમારા શુભચિંતકો શું કહે છે?

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી

ગુજરાત રાજ્યની રાજધાનીમાં આઈ ટી એસોશીએશન દ્વારા સંગઠિત થઈ વ્યાપાર ઉધોગોને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનું કામ GCHA કરી રહ્યું છે. આ સંસ્થા નફો કે નુકશાન વગર સેવાકીય કાર્યો પણ કરતી આવેલ છે. એ સંસ્થા માટે ગર્વની બાબત છે. હું શુભેચ્છા પાઠવું છું કે આવનાર સમયમાં કોમ્યુટર ક્ષેત્રે વિકાસ થશે એ પ્રમાણે સંસ્થાનો પણ વિકાસ થાય અને આ સંગઠન સદાય મજબૂત રહે.

પ્રફુલ દેસાઈ

ફિટાગના પ્રમુખશ્રી

GCHA ના સભ્યો એ માત્ર ગાંધીનગરમાં જ પણ ગુજરાત ક્ષેત્રે કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છે. વિસ્તાર અને સંખ્યાની દ્રષ્ટિ એ નાનું શહેર હોવા છતાંય ગાંધીનગર એટલે કે GCHA એ કાયમ મેટ્રો સિટીની જેમ ગુજરાત અને ભારતમાં કાર્ય કરેલ છે. નાના મોટા કાર્યક્રમ, વ્યવસ્થાપન, યોગ્ય પદાધિકારી તરીકે GCHA દ્વારા ફિટાગને કાયમ સહકાર પ્રાપ્ત થતો રહ્યો છે. GCHA ભરપૂર પ્રગતિ કરે એવી શુભેચ્છા.

શ્રી વિજય નેહરા, IAS

સચિવ – વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર

GCHA એક ઉત્કૃષ્ટ સંસ્થા કારણ એ આઈટી ક્ષેત્રે જોડાયેલ વ્યાપરીઓનું સંગઠન છે. અને આ સંગઠન દરેક સભ્યોની વાત સાંભળીને સંસ્થા સાથે જોડાયેલ પ્રશ્નોનું નિવારણ લાવે છે. અને વ્યાપરનું રક્ષણ કરે છે. આજના આધુનિક સમયમાં આ પ્રમાણે સંસ્થા આઈટી ક્ષેત્રે હોવી એ ખૂબ જ જરૂરી છે.

દેવેશ રસ્તોગી

ફાઇટાના પ્રમુખશ્રી

આઈટી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી પહેલા ભારતમાં શહેરોમાં ખૂણે ખૂણે પહોંચવું એ ખૂબ જ જરૂરી છે. અને એ માટે GCHA એ faiita સાથે સંગઠિત અને એક જરૂરી મદદરૂપ સંસ્થા છે. faiita સાથે જોડાયેલ આ સંસ્થાના પડઘા સમય આવે તો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પાડી શકે છે. અમારા વતી આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ.

રીટાબેન પટેલ

ગુજરાત રાજ્ય ધારાસભ્યશ્રી (ગાંધીનગર)

ગાંધીનગરનો આઈ ટી ક્ષેત્રે વિકાસમાં GCHA સંસ્થાનો મહત્વનો ફાળો રહ્યો છે.આઈ ટી ક્ષેત્રના નાનાથી મોટા દરેક વ્યાપારીઓ આ સંગઠનમાં જોડાઈને ગાંધીનગરના સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગ ધંધાના વિકાસ માટે ખૂબ પ્રયાસો કરેલ છે. GCHA સંસ્થા દિવસોને દિવસ ખૂબ જ પ્રગતિ કરતી રહે અને સમાજ અને વ્યાપારમાં મહત્વનો ફાળો સદેવ આપતી રહે તેવી શુભેચ્છા.

હિતેશ મકવાણા

મેયરશ્રી ગાંધીનગર મહાનગર પાલિકા

ગાંધીનગર મહાનગર પાલિકા એ હંમેશા શહેરના વિકાસ માટે કર્યો કરેલ છે. એ જ પ્રમાણે GCHA પણ હંમેશા ગાંધીનગર શહેરના આઈ ટીના વ્યાપારીઓનો વિકાસ થાય એ માટે કાર્યો કરેલ છે. GCHA સંસ્થા આ પ્રમાણે જ વિકાસના કામો કરતી રહે અને તેમના પ્રત્યેક સભ્યોની પ્રગતિ થતી રહે એ શુભેચ્છા.