GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM)

Posted by

GCHA ની વાર્ષિક સાધારણ સભા ૨૦૨૩ (AGM)

તા. ૨૬ ઓગસ્ટ , શનિવારના રોજ સાંજે ૭ વાગે GCHA ની વાર્ષિક સાધારણ સભા (AGM) નું આયોજન માએવા રેસ્ટોરંટ અને હૉલમાં કરેલ હતું. સંસ્થાના ઉપપ્રમુખ વિજયભાઈ ત્રિવેદી એ મિટિંગનું સૂત્ર સંચાલન કરી સભાની શરૂઆત કરી. ઉપસ્થિત સર્વ સભ્યો એ શિસ્તબધ્ધ ઊભા રહી સન્માન પૂર્વક રાષ્ટ્રગાન થયું. ત્યારબાદ વિજય ભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું. વિજય ભાઈ એ મુખ્ય સલાહકાર સમિતિ અને પદાધિકારી ઉરેન ભાઈ પટેલ, ચેનતભાઈ શાહ, સંદીપ ભાઈ કોટેચા, સંસ્થાના પ્રમુખ વિપુલ ભાઈ, ઉપપ્રમુખ દીપલ ભાઈ અને મંત્રી / ખજાનચી વિજય ભાઈ પટેલ ને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું. ત્યારબાદ GCHA ના સલાહકાર અને ફિટાગના સેક્રેટરી ઉરેન ભાઈ પટેલ એ દરેકનું સ્વાગત કરી ઉપસ્થિત સભ્યોને ફિટાગ, GCHA અને એની સ્થાપના વિષે માહિતી આપી. છેલ્લા બે વર્ષમાં વિપુલ ભાઈ અને એમની ટીમ દ્વારા થયેલ કાર્યોની વાતો કરી વિપુલ ભાઈ અને એમની ટીમના તેઓએ વખાણ કર્યા. આ સમયે ઉરેન ભાઈનું સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી સંસ્થાના પ્રમુખ વિપુલ ભાઈ દવે એ ઉપસ્થિત સર્વ સભ્યોનું સ્વાગત અને વ્યક્તવ્ય રજૂ કર્યું. સભ્યોને વર્ષ ૨૦૨૨ – ૨૩ માં GCHA દ્વારા થયેલ કાર્યો, ફિટાગના કાર્યક્રમોમાં GCHA નું પ્રતિનિધિત્વ અને GCHAના કાર્યક્રમો વિષે માહિતી આપી. વર્ષ ૨૦૨૩ GCHA ના થયેલ કાર્યક્રમો વિષે એક વિશેષ પ્રેઝનટેશન સોમનાથ ભાઈ અને વિપુલ ભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હતું. જેના દ્વારા સભ્યોને થયેલ દરેક કાર્યક્રમની ફોટો સહિત માહિતી બતાવવામાં આવી.

આ દરમિયાન GCHA ના સ્થાપક સલાહકાર ગૌરગભાઈ વ્યાસ આવ્યા હતા. અને તેમણે પણ સન્માન સાથે સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. અહી વિજય ભાઈ એ સભ્યો સમક્ષ વર્ષ ૨૦૨૨-૨૩ નો હિસાબ રજૂ કર્યો હતો. આ હિસાબને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ GCHA ના કારોબારી સભ્ય સોમનાથ ભાઈ અને રેહાના મેડમ દ્વારા બનાવવામાં આવેલ GCHA ની નવી ગુજરાતી અને ઇંગ્લિશ વેબસાઇટનું લાઈવ પ્રેઝનટેશન આપવામાં આવ્યું. સૌ પ્રથમ રેહાના મેડમ એ ઇંગ્લિશ સાઇટમાં આપવામાં આવેલ માહિતી આપી. ત્યારબાદ સોમનાથ ભાઈ એ ગુજરાતી સાઇટ વિષે માહિતી આપી. ઉપસ્થિત સર્વ સભ્યો એ સોમનાથ ભાઈ, રેહાના મેડમ અને એમની ટીમના કામ બદ્દલ તાળીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો.

અંદાજિત ૯ વાગે ગૌરાંગ ભાઈ એ સભ્યો સાથે વાત કરી જેમાં તેઓએ વિપુલ ભાઈ અને એમની કમિટી એ કરેલ કાર્યોના વખાણ કર્યા હતા. કેટલાક સૂચનો આપ્યા હતા. ગૌરાંગ ભાઈના માર્ગદર્શન મુજબ સંસ્થાના નિયમો અનુસાર સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૧ – ૨૩ ની કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગૌરાંગ ભાઈ દ્વારા ફરી આવનાર વર્ષ માટે નવી કારોબારીની નિમણૂક કરવાનું આહ્વાન કરવામાં આવ્યું. ગૌરાંગ ભાઈ એ કેટલાક સૂચનો આપ્યા અને પછી વિપુલ ભાઈ ને ફરી એક વખત GCHA ના પ્રમુખ બનાવવા જોઈએ એવો પ્રસ્તાવ સભા સામે મૂક્યો. જેનો ઉપસ્થિત સર્વ સભ્યો દ્વારા ભરપૂર પ્રતિસાદ મળ્યો. ગૌરાંગ ભાઈ એ વિપુલ ભાઈ ને બિનહરીફ GCHA ના વર્ષ ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ બનાવવાની ઘોષણા કરી. અને વિપુલ ભાઈ ને વિનંતી કરી કે તેઓ માઇક લઈને એમને અનુકૂળ ટીમની નિમણૂક કરે. વિપુલ ભાઈ એ તેમના આયોજન અને પસંદગી પ્રમાણે ઉપસ્થિત સભ્યોમાંથી એમની આવડત, અનુકૂળતા, અનુભવ અને લાગણીને ધ્યાનમાં રાખી અને ખાસ GCHA ના કામો અને વિકાસને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કમિટીની ઘોષણા કરી. વિપુલ ભાઈની ઘોષણા પ્રમાણે દરેક કારોબારી સભ્યો સ્ટેજ ઉપર આવીને સ્થાન ઉપર બેસ્યા. ત્યારબાદ ઉપસ્થિત સભ્યો દ્વારા નવી કમિટીને શુભેચ્છાઓ આપવામાં આવી અને ફોટા પાડવામાં આવ્યા. છેલ્લે પ્રીતિ ભોજનનો સર્વ સભ્યો આનંદ લઈને સભ્યો છૂટા પડ્યા હતા. અંદાજિત ૫૦ ની સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રમાણે એકદમ ઉત્સાહ અને આનંદ સાથે GCHA ની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી.

વાર્ષિક સર્વ સાધારણ સભામાં GCHA ના વ્યવસ્થાપન સમિતિની અહી આપ્યા પ્રમાણે નિમણૂક કરવામાં આવી.

કારોબારી પદાધિકારી
વિપુલ દવે – પ્રમુખ
દીપલ શાહ – ઉપપ્રમુખ
વિજય ત્રિવેદી – ઉપપ્રમુખ
વિજય પટેલ – મહામંત્રી
રોનક શર્મા – સહમંત્રી
નિગમ વ્યાસ – કોષાધ્યક્ષ
સોમનાથ ખાંદારે – સહકોષાધ્યક્ષ

રેહાના દીવાન – માહિતી પ્રૌધોગિક – IT વિભાગ
કૌશલેન્દ્રસિંહ રાજપૂત – પ્રચાર – મીડિયા વિભાગ

કારોબારી સભ્યો
આદિત્ય પ્રજાપતિ – કારોબારી સભ્ય
હિરજીભાઈ પટેલ – કારોબારી સભ્ય
સમીર પ્રોસલા – કારોબારી સભ્ય
જયમિન પટેલ – કારોબારી સભ્ય
નિકુંજ ઠક્કર – કારોબારી સભ્ય

અહેવાલ લેખન: સોમનાથ ખાંદારે