GCHA સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩
GCHA દ્વારા તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ હોટેલ માએવા, સરગાસણ ખાતે સાંજે સ્નેહમિલન કાર્યક્રમ ૨૦૨૩ નું સહપરિવાર સાથે આયોજન કરવામાં આવેલ હતું. GCHA માં પારિવારિક ભાવના વધુ મજબૂત બને અને સભ્યો તેમજ તેઓના પરિવારના સભ્યો પણ એકબીજાને મળી શકે, ભળી શકે તે હેતુસર સંસ્થા દ્વારા સહપરિવાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સામાન્ય રીતે પ્રત્યેક વર્ષે કરવામાં આવે છે. સભ્યોની ઉપસ્થિતિ પ્રમાણે સાંજે ૭:૩૦ વાગે મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલ દવે એ ઉપસ્થિત સર્વ સભ્યોને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા કાર્યક્રમની શરૂઆત કરી. સૌ પ્રથમ નાના ભૂલકાઓ દ્વારા સ્ટેજ ઉપર ડાન્સ રજુ કરવામાં આવ્યો. ત્યારબાદ દંપતિઓ દ્વારા કપલ ડાન્સ કરવામાં આવ્યો. ડાન્સ કાર્યક્રમ પછી રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાળકો, મહિલાઓ અને દંપતીમાં રમતો રમાડવામાં આવી. આ પ્રમાણે ડાન્સ તેમજ રમતોની મઝા માણતા માણતા ૯ વાગે કાર્યક્રમ પૂર્ણ થયો અને સ્વરૂચી ભોજનની શરૂઆત થઈ. વ્યવસ્થાના ભાગરૂપે વ્યક્તિ દીઠ ટોકન રૂ.૧૦૦/- આપી ભોજન માટે પાસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. કમિટીના આ નિર્ણયને આવકાર આપી સભ્યો દ્વારા પણ સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. ઉપસ્થિત સર્વ સભ્યો અને તેઓના પરિવારજનોએ કાર્યક્રમ તેમજ ભોજનની ભરપૂર મઝા માણી. સ્નેહમિલન કાર્યક્રમમાં એકદમ સરળ અને સરસ સૂત્રસંચાલન સંસ્થાના કોષાધ્યક્ષ નિગમ વ્યાસના પત્ની વૈશાલી વ્યાસ એ કરેલ હતું. અંદાજિત ૧૩૦ સભ્યોએ આ કાર્યક્રમનો સહપરિવાર લાભ લીધો.
અહેવાલ લેખન
સોમનાથ ખાંદારે